સુપ્રીમ કોર્ટ: "PM પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ"
સુપ્રીમ કોર્ટ: "PM પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ"
Published on: 31st July, 2026

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના કાયદા પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી પસંદગી સમિતિનો બચાવ કર્યો. સરકારે દલીલ કરી કે પ્રધાનમંત્રીની ભૂમિકા પર શંકા કરવાનું કારણ નથી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મુદ્દો પ્રધાનમંત્રી પર અવિશ્વાસનો નથી, પરંતુ ચૂંટણી પંચની નિમણૂકોમાં જનતાનો વિશ્વાસ અને સંસ્થાકીય નિષ્પક્ષતા જાળવી રાખવાનો છે. અદાલતે જણાવ્યું કે ચૂંટણી કમિશનરો સ્વતંત્ર હોવા જોઈએ અને નિષ્પક્ષતા દેખાવી જોઈએ.