VCA સિલેક્શન ન થતાં 17 વર્ષીય અદિતિએ જીવન ટૂંકાવ્યું
VCA સિલેક્શન ન થતાં 17 વર્ષીય અદિતિએ જીવન ટૂંકાવ્યું
Published on: 31st July, 2026

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 17 વર્ષીય મહિલા ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌખંડેએ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સિલેક્શન પ્રક્રિયામાં પસંદગી ન થતાં માનસિક તણાવમાં આવીને જીવન ટૂંકાવ્યું છે. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં તેણે પસંદગી ન થવાનું કારણ જણાવ્યું છે. અકોલાની રહેવાસી અદિતિ બે વર્ષથી નાગપુર તેની માતા સાથે રહીને ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહી હતી. પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.