રાજ્યપાલ દ્વારા ટેક્નોરથ અભિયાનના વિદ્યાર્થી નવપ્રવર્તકોને અભિનંદન
રાજ્યપાલ દ્વારા ટેક્નોરથ અભિયાનના વિદ્યાર્થી નવપ્રવર્તકોને અભિનંદન
Published on: 05th August, 2026

ગાંધીનગર સચિવાલય ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલીની ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના ટેક્નોરથ પ્રોજેક્ટના વિદ્યાર્થી નવપ્રવર્તકોના સમાજલક્ષી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટેમ, થ્રિડી પ્રિન્ટિંગ જેવા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ જ ટ્રેનર બની ગ્રામ્ય શાળાઓમાં આધુનિક ટેક્નોલોજી શિક્ષણ પહોંચાડી રહ્યા છે. ટેક્નોરથ એક મોબાઇલ ટેક્નોલોજી લેબ છે જેણે ૧૦૨ શાળાઓમાં ૨૧,૨૧૫ થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપી છે.