ગાંધીનગર મહાપાલિકામાં ચૂંટણી જાહેર થતાં જ પદાધિકારીઓની ચેમ્બરોમાં સન્નાટો
ગાંધીનગર મહાપાલિકામાં ચૂંટણી જાહેર થતાં જ પદાધિકારીઓની ચેમ્બરોમાં સન્નાટો
Published on: 18th September, 2026

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત તમામ પદાધિકારીઓએ પોતાની ચેમ્બરો ખાલી કરી દીધી છે. ગઈકાલે સાંજે જ તેમણે પોતાના કાર્યાલયમાંથી બધી જ અંગત વસ્તુઓ હટાવી લીધી હતી. ચોથા માળે આવેલી આ ચેમ્બરો હવે સૂમસામ બની ગઈ છે, જેના કારણે અરજદારો અને કાર્યકરોની ભીડ પણ દેખાતી નથી. કોર્પોરેશનમાં ૧૬ ઓક્ટોબર સુધી અધિકારી રાજ રહેશે.