પંચાયત સેવામાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આ વર્ષે હાથ ધરાશે: મંત્રી ઋષિકેશ પટેલ.
પંચાયત સેવામાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આ વર્ષે હાથ ધરાશે: મંત્રી ઋષિકેશ પટેલ.
Published on: 11th March, 2026

પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ માટે ₹૧૪,૮૫૭.૮૫ કરોડની જોગવાઈ કરી છે. જેમાં નિર્મળ ગ્રામ યોજના માટે ₹૬૫૦ કરોડ અને સમરસ ગ્રામ માટે ₹૭૦ કરોડ ફાળવાયા છે. ગ્રામીણ માળખાને મજબૂત કરવા ૬૦૦૦થી વધુ નવી ભરતીઓ કરવામાં આવશે અને તાલુકા મથકની પંચાયતોના વિકાસ માટે ₹૧૦૦ કરોડની નવી યોજના અમલમાં મુકાશે.