ડભોઈમાં ગુજરાત રાજ્ય રેન્ટ એક્ટ-2026નો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ, કાયદો પાછો ખેંચવા માંગ
ડભોઈમાં ગુજરાત રાજ્ય રેન્ટ એક્ટ-2026નો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ, કાયદો પાછો ખેંચવા માંગ
Published on: 04th October, 2026

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા નવા ગુજરાત રેન્ટ એક્ટ 2026 સામે સમગ્ર રાજ્યમાં વકીલોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જ સંદર્ભમાં, ડભોઈ બાર એસોસિયેશનના તમામ વકીલોએ એકઠા થઈ આ કાયદાના વિરોધમાં સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અગાઉના લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને જન્મ-મરણ અધિનિયમ હેઠળ પણ કામગીરી ધીમી રહી છે. નવા રેન્ટ એક્ટથી પક્ષકારો અને જનતાની સ્થિતિ કફોડી બનશે અને તેમના વર્ષો વેડફાશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચનાને પગલે ડભોઈ બાર એસોસિએશને આ એક્ટ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.