નવરાત્રિ દરમિયાન ભુજના માધાપર સર્કલ પાસે જર્જરિત બ્રિજ પદયાત્રીઓ માટે બન્યો જોખમી
નવરાત્રિ દરમિયાન ભુજના માધાપર સર્કલ પાસે જર્જરિત બ્રિજ પદયાત્રીઓ માટે બન્યો જોખમી
Published on: 04th October, 2026

નવરાત્રિ દરમિયાન માતાના મઢ દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓ માટે માધાપર સર્કલ પાસેનો જર્જરિત અને સાંકડો બ્રિજ જોખમી સાબિત થઈ શકે છે. ભુજોડી અને શેખપીર પાસે ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ વચ્ચેથી પસાર થઈને આવતા પદયાત્રીઓ માટે આ બ્રિજ પર વાહનોની લાંબી કતારો ટ્રાફિક જામ સર્જશે. સર્વિસ રોડ ફક્ત માધાપર સુધી હોવાથી આગળ ભારે વાહનો વચ્ચે જીવના જોખમે ચાલવું પડશે. તંત્રએ વિરાંગના સર્કલથી વાહન નિયંત્રણ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.