માતાના મઢ માટે ૧૯૫ એકસ્ટ્રા એસટી
માતાના મઢ માટે ૧૯૫ એકસ્ટ્રા એસટી
Published on: 04th October, 2026

નવરાત્રિ દરમિયાન માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શનાર્થે આવતા લાખો ભક્તો માટે ભુજ એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દૈનિક રૂટ કે વિદ્યાર્થીઓની બસોને અસર કર્યા વિના, શ્રદ્ધાળુઓ માટે કુલ ૧૯૫ એકસ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવશે. ગત વર્ષ કરતા ૩૦ બસો વધુ ઉમેરાઈ છે. યાત્રાળુઓની સુવિધા માટે માતાના મઢ ખાતે વૈકલ્પિક બસ સ્ટેશન, વિશાળ પાર્કિંગ, અને ભુજ બસ સ્ટેન્ડ પર અલાયદા પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યા છે. નખત્રાણા, માંડવી, નલિયાથી પણ સીધી બસ સેવા ઉપલબ્ધ રહેશે. ગ્રુપ બુકિંગની પણ સુવિધા આપવામાં આવી છે.