ડાંગના માર્ગો પર ‘જંગલ કટિંગ’ ઝુંબેશ
ડાંગના માર્ગો પર ‘જંગલ કટિંગ’ ઝુંબેશ
Published on: 04th October, 2026

રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ડાંગ જિલ્લામાં માર્ગ સલામતી સુધારવા મહત્વપૂર્ણ પહેલ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય ધોરીમાર્ગો પર ‘જંગલ કટિંગ’ અને ઝાડી-ઝાંખરા દૂર કરવાની સઘન ઝુંબેશ. ડુંગરાળ વિસ્તારમાં ચોમાસા બાદ ઊગી નીકળતું ઊંચું ઘાસ અને ઝાડી-ઝાંખરા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું કરે છે. આ જોખમ નિવારવા 50થી વધુ શ્રમિકો, 5 ગ્રાસ કટર મશીન અને 2 ટ્રેક્ટર કામે લગાડાયા. આ કામગીરીથી માર્ગો પર દ્રશ્યતા વધશે અને પ્રવાસીઓ, વાહનચાલકો તથા પદયાત્રીઓ માટે મુસાફરી સુરક્ષિત બનશે.