ગીર-સોમનાથ વનકર્મીઓની પેનડાઉન ચીમકી
ગીર-સોમનાથ વનકર્મીઓની પેનડાઉન ચીમકી
Published on: 04th October, 2026

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ, ગીર સોમનાથ દ્વારા તેમની પાંચ મુખ્ય માંગણીઓને પૂર્ણ કરવા માટે નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ માંગણીઓમાં સુરક્ષા અને સિક્યોરિટી એલાઉન્સ, રજાના દિવસોની ફરજનું યોગ્ય વળતર, અને પોલીસ વિભાગ મુજબ પગાર ધોરણનો સમાવેશ થાય છે. વધુમાં, નવી જગ્યાઓ ઊભી કરવા અને પડતર બદલી પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ખાતરી મળવા છતાં નિરાકરણ ન આવતા, વનકર્મીઓએ હડતાળ, સરકારી કાર્યક્રમોમાં યુનિફોર્મ પર કાળી પટ્ટી ધારણ કરવા, અને પેનડાઉન કરવાની ચીમકી ઉચ્ચારી છે.