BRICS Summit માં મલેશિયાના PM અનવર ઈબ્રાહિમે ગીત ગાઈને મચાવી ધૂમ
BRICS Summit માં મલેશિયાના PM અનવર ઈબ્રાહિમે ગીત ગાઈને મચાવી ધૂમ
Published on: 13th September, 2026

નવી દિલ્હી ખાતે BRICS Summit દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે પિયાનો પર કિશોર કુમારનું પ્રખ્યાત ગીત "ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત" ગાઈને સૌનું ધ્યાન ખેંચ્યું. આ ગીત 1965ની ફિલ્મ 'તીન દેવિયા'નું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને તે ખૂબ પસંદ આવી રહ્યો છે. મલેશિયાના PM અનવર ઈબ્રાહિમ બોલિવુડ સંગીતના શોખીન છે અને આ પહેલા પણ પીએમ નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં પોતાના પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે.