અમિત શાહે જણાવ્યું, માતા ગાંધીજીના અનુયાયી, મેં કાંત્યું સૂતર અને વણી ખાદી.
અમિત શાહે જણાવ્યું, માતા ગાંધીજીના અનુયાયી, મેં કાંત્યું સૂતર અને વણી ખાદી.
Published on: 28th August, 2026

ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, મારાં માતા મહાત્મા ગાંધીજીના અનુયાયી હતાં અને તેમણે આજીવન ખાદી પહેરવાનો સંકલ્પ લીધો હતો. મેં પોતે પણ સૂતર કાંત્યું છે અને ખાદી વણી છે. ગાંધીજીનો સંદેશ દુનિયાના કલ્યાણનો માર્ગ દર્શાવે છે. તેમણે 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતાં કહ્યું કે, ગુજરાત વિદ્યાપીઠ દેશની શિક્ષણ નીતિનું ઉત્કૃષ્ટ મોડલ બન્યું છે. જીવનમાં ઉતાર-ચડાવ વચ્ચે પણ હિંમત ન હારી સ્પષ્ટ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ.