SIR: જિલ્લામાં ૧૧.૯૫ લાખ મતદારો, ૧.૯૪ લાખ ઘટ્યા
SIR: જિલ્લામાં ૧૧.૯૫ લાખ મતદારો, ૧.૯૪ લાખ ઘટ્યા
Published on: 18th February, 2026

ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચની SIR ઝુંબેશ પૂર્ણ થઈ, જેમાં ૧.૯૪ લાખ મતદારો ઘટ્યા. આખરી મતદાર યાદીમાં ૧૧.૯૫ લાખ મતદારો છે, ડ્રાફ્ટ યાદી કરતા ૨૧,૨૩૩ વધ્યા. BLO દ્વારા ડોર ટુ ડોર ચકાસણીમાં ૨.૧૫ લાખ મતદારો મૃત્યુ પામેલા જણાયા. ફોર્મ નં. 7 હેઠળ ૨૩૪૬ નામ કમી થયા, જ્યારે વિપક્ષોના આક્ષેપો છતાં મોટો ફેરફાર જોવા મળ્યો નહીં. સ્થળાંતરને કારણે ગાંધીનગર ઉત્તરમાં ઘટાડો, દક્ષિણમાં વધારો થયો.