ભારત હવે ચીન પર આધારિત નહીં: રેર અર્થ માટે નવી યોજના બનાવી
Published on: 10th June, 2025
ચીને રેર અર્થ ધાતુઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે સમગ્ર દુનિયામાં અસર પડી છે. આ ધાતુઓ, જેવી કે નિયોડિમિયમ, ડાઈસ્પ્રોસિયમ અને ટેરબિયમ આધુનિક ટેકનોલોજી જેવી કે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ, સ્માર્ટફોન અને મિસાઈલમાં મહત્વપૂર્ણ છે. દુનિયાનું 90% પ્રોસેસિંગ ચીન મારફતે થાય છે. ભારત હવે રેર અર્થ માટે ચીન પર આધારિત ન રહી અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વિયતનામ સાથે સ્ટ્રેટેજીક પ્લાનિંગ પણ બનાવી રહ્યું છે. પિયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, ભારત દેશ ઘરેલુ સ્તર પર પણ ખનીજોની શોધખોળ અને ઉત્પાદન વધારશે અને પ્રોડક્શન લિંક્ડ ઈંસેટિવ સ્કીમ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.