Menu
Weather Update : આ રાજ્યોમાં ભયંકર ગરમી અને લૂ ફેંકાશે
Weather Update : આ રાજ્યોમાં ભયંકર ગરમી અને લૂ ફેંકાશે
Published on: 10th June, 2025

દિલ્લી એનસીઆરમાં ભયંકર ગરમી સાથે તાપમાન 45 ડિગ્રી પાર જઈ શકે છે, જયારે યુપીમાં પ્રી-મોન્સુને દસ્તક આપી દીધી છે. રાજસ્થાનમાં લૂ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. IMDએ આ રાજ્યમાં લૂનું એલર્ટ આપ્યુ છે. કર્ણાટક, કેરળ, અને તમિલનાડુમાં વરસાદની શક્યતા છે, જેમાં બંગલુરુ, મંગલુરુ, ચેન્નઇ અને કોયંબતૂરમાં સારો વરસાદ પડી શકે છે. યુપી અને બિહારમાં વાતાવરણમાં ફેરફાર સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થશે. રાજસ્થાનમાં લૂ અને ગરમી સાથે તટીય વિસ્તારોમાં 9 થી 12 જૂન સુધી વરસાદ થશે. 10થી 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે. બિહાર-ઝારખંડમાં પણ આ દિવસોમાં વરસાદની સંભાવના છે.