Menu
Los Angeles માં હિંસા વધતા 700 મરીન જવાનની તૈનાતી
Los Angeles માં હિંસા વધતા 700 મરીન જવાનની તૈનાતી
Published on: 10th June, 2025

અમેરિકાના કેલિફોર્નિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે મોટી ઉગ્ર હાલત સર્જાઈ છે. હિંસા પર કાબૂ મેળવવા માટે 700 મરીન જવાન રસ્તાઓ પર ઉતારવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ અમેરિકાના ઝંડાનું અપમાન કર્યું અને અનેક ગાડીઓ સળગાવી નાખી. આ દરમિયાન પોલીસે મહિલા પત્રકાર લોરેન ટોમાલસી પર રબર બૂલેટ પણ ચલાવી જે ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. આ હિંસાની ઘટનાને રોકવા માટે સુરક્ષા વધારે કરવામાં આવી છે અને કેટલાક પ્રદર્શનકારાઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરાઈ છે.