મોસ્કોમાં રહસ્યમય 'બ્લેક રેઈન'!
મોસ્કોમાં રહસ્યમય 'બ્લેક રેઈન'!
Published on: 19th June, 2026

યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા મોટા હવાઈ હુમલા બાદ મોસ્કોમાં 'કાળો, તેલયુક્ત વરસાદ' પડ્યો. યુક્રેને લગભગ 200 ડ્રોનનો ઉપયોગ કરીને મોસ્કો નજીકની એક મુખ્ય તેલ રિફાઇનરીને નિશાન બનાવી હતી, જેના કારણે ભીષણ આગ લાગી અને વાતાવરણમાં કાળો ધુમાડો ફેલાયો. આ ધુમાડાના કણો અને તેલના અંશો વરસાદ સાથે ભળીને નીચે પડ્યા, જેના કારણે કાર, ઘર અને રસ્તાઓ પર કાળું પડ જામી ગયું. સરકારી અધિકારીઓએ શરૂઆતમાં આ ઘટનાને નકારી કાઢી, પરંતુ પાછળથી રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપી.