અનોખું અને નીડર રોડરનર પક્ષી
અનોખું અને નીડર રોડરનર પક્ષી
Published on: 25th July, 2026

કાર્ટૂનના `બીપ-બીપ' રોડરનર કરતાં અસલી દુનિયાનું રોડરનર પક્ષી વધુ અતરંગી છે. ઊડવાને બદલે જમીન પર કલાકના 30-40 કિલોમીટરની ઝડપે દોડતું આ પક્ષી, વિશ્વના સૌથી ઝડપી જમીન પર દોડતા પક્ષીઓમાંનું એક છે. આ નાનકડું પક્ષી ઝેરી સાપ અને વીંછીનો પણ નીડરતાથી શિકાર કરે છે. રણપ્રદેશમાં રહેતું આ પક્ષી ખોરાકમાંથી પાણી મેળવે છે. તે `ક્લેટરિંગ' જેવો અવાજ કરે છે અને રણની ઠંડી રાતોમાં શરીર ગરમ કરવા સૂર્ય સામે પાંખો ફેલાવે છે. રોડરનર પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ વફાદાર હોય છે.