લગ્ન પહેલાં છૂટાછેડાનો કરાર: પ્રિ-નપની વધતી જતી ફેશન
લગ્ન પહેલાં છૂટાછેડાનો કરાર: પ્રિ-નપની વધતી જતી ફેશન
Published on: 13th October, 2026

આજના યુગમાં મેટ્રિમોનિયલ વેબસાઈટ્સની લોકપ્રિયતા વધી છે, જ્યાં હજારો રૂપિયા લઈને પ્રોફાઈલ મેચિંગ, તપાસ અને ગેરંટી આપવામાં આવે છે. જોકે, લગ્ન ટકવાની કોઈ ગેરંટી નથી. આ કારણે, શ્રીમંત અને પ્રસિદ્ધ પરિવારોમાં લગ્ન પહેલાં 'પ્રી-નપ' એટલે કે પ્રી-નપ-શ્યુ-અલ એગ્રીમેન્ટ કરવાની પ્રથા વધી રહી છે. આ કરાર લગ્ન તૂટે કે મૃત્યુ થાય ત્યારે આર્થિક બાબતો, મિલકતની વહેંચણી અને ભરણપોષણ જેવી બાબતો સ્પષ્ટ કરે છે.