Menu
કેન્યામાં ફ્લેમિંગોનું સ્વર્ગ લેક: Nakuru
કેન્યામાં ફ્લેમિંગોનું સ્વર્ગ લેક: Nakuru
Published on: 21st June, 2025

આફ્રિકા વિશ્વભરના જંગલી પ્રાણીઓ માટે પ્રખ્યાત સફારી સ્થળ છે. આફ્રિકા તેનાં જંગલો, ઘાસિયા મેદાનો અને પ્રાણી પક્ષીઓની વિવિધતા માટે ઓળખાય છે. કેન્યામાં આવેલ લેક Nakuru યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે અને તેમાં લાખો ફ્લેમિંગો જોવા મળે છે. આ તળાવમાં આખા શિયાળામાં મુખ્યત્વે ફ્લેમિંગો જ દેખાય છે. તળાવની આસપાસ મેદાનોમાં કાળા ગેંડા, જીરાફ અને જંગલી ભેંસો સહિત અનેક જંગલી પ્રાણી જોવા મળે છે. હિંસક પ્રાણીઓ ઓછા હોવાથી આ વનસ્પતિ આહારી પ્રાણીઓ મુક્ત રીતે ફરતાં જોવા મળે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.