અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોનું ધર્મપરિવર્તન!
અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોનું ધર્મપરિવર્તન!
Published on: 08th June, 2026

અમદાવાદ જિલ્લામાં છેલ્લાં અઢી વર્ષમાં 545 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે, જેમાં 95% થી વધુ લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. લગ્ન, વ્યક્તિગત આસ્થા અને સામાજિક પરિબળો ધર્માંતરણ પાછળ મુખ્ય કારણો છે. પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. કાયદાકીય રીતે ધર્મ પરિવર્તનની છૂટ હોવાથી, અમદાવાદ કલેક્ટર કચેરીમાં વર્ષભર અરજીઓ આવતી રહે છે. ધોળકા, સાણંદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હવે અરજીઓ આવી રહી છે.