૨૩ સપ્ટેમ્બરે ઑટમ ઇક્વિનૉક્સ: દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના થશે
૨૩ સપ્ટેમ્બરે ઑટમ ઇક્વિનૉક્સ: દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના થશે
Published on: 21st September, 2026

૨૩ સપ્ટેમ્બરે એક અનોખી ખગોળીય ઘટના ‘ઑટમ ઇક્વિનૉક્સ’ જોવા મળશે, જેમાં દિવસ અને રાત બરાબર ૧૨-૧૨ કલાકના રહેશે. આ પછી ઉત્તરી ગોળાર્ધમાં રાત લાંબી અને દિવસ ટૂંકો થતાં શરદ ઋતુનો પ્રારંભ થશે અને વાતાવરણ બદલાશે. પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રી નમેલી હોવાથી અને સૂર્યની પ્રદક્ષિણા કરતી વખતે, વર્ષમાં માત્ર બે વાર (૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બર) સૂર્યના કિરણો ભૂમધ્ય રેખા પર સીધા પડે છે. આના કારણે દિવસ અને રાત સમાન સમયગાળાના થાય છે. આ પછી સૂર્ય દક્ષિણાયન થતાં ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકા થવા લાગે છે.