9 કલાક ટ્રેન મોડી પડતા મુસાફરને રેલવે ચૂકવશે ₹35000 વળતર
9 કલાક ટ્રેન મોડી પડતા મુસાફરને રેલવે ચૂકવશે ₹35000 વળતર
Published on: 21st September, 2026

ટ્રેન 9 કલાક મોડી પડતા મુસાફર સંજય કુમારે કરેલા કેસમાં ઝારખંડ કન્ઝ્યુમર કમિશને રેલવેને ₹30,000 વળતર અને ₹5,000 કેસ ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ટ્રેન વિલંબના કિસ્સામાં મુસાફરોના અધિકારો પર પ્રકાશ પાડે છે. રેલવે વિલંબનું નક્કર કારણ રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, જે કમિશને ધ્યાનમાં લીધું. મુસાફરને થયેલી માનસિક ત્રાસ અને પરેશાનીને કારણે આ નિર્ણય લેવાયો છે. જો રેલવે 45 દિવસમાં રકમ નહીં ચૂકવે તો 12% વ્યાજ લાગુ પડશે.