ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ઈઝરાયેલ કેમ સાથ નથી આપી રહ્યું?
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ઈઝરાયેલ કેમ સાથ નથી આપી રહ્યું?
Published on: 22nd July, 2026

અમેરિકા દ્વારા ઈરાન પર મોટા હુમલાની ચેતવણીઓ વચ્ચે ઈઝરાયેલ પોતાના હિતોની રક્ષા માટે ગુપ્ત રીતે તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલ, ઈરાનને પોતાનો દુશ્મન માનતું હોવા છતાં, ટ્રમ્પના સંભવિત હુમલાથી પોતાને દૂર રાખી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે અમેરિકી હુમલા બાદ ઈરાન સીધો બદલો ઈઝરાયેલ પર લઈ શકે છે, તેથી ઈઝરાયેલ હાલ અંતર જાળવી રહ્યું છે. ઈઝરાયેલ દક્ષિણ લેબનાનમાં પોતાની સેનાને ફરીથી મજબૂત કરી રહ્યું છે અને હિઝબુલ્લાહને નબળું પાડવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.