વલસાડમાં ઘોંઘાટ કરતા વાહનો સામે પોલીસની કાર્યવાહી
વલસાડમાં ઘોંઘાટ કરતા વાહનો સામે પોલીસની કાર્યવાહી
Published on: 20th August, 2026

વલસાડ સિટી ટ્રાફ્કિ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત અને ભારે ઘોંઘાટ ફેલાવતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે 10 બુલેટ કબ્જે કરી છે અને બુલેટચાલકોને RTO મેમો ફટકાર્યા છે. ફેન્સી સાયલેન્સર ફીટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી બુલેટ સામે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે આવા વાહનચાલકોમાં ફફ્ડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.