ટ્રમ્પનો ઈરાન સાથે ડીલનો દાવો પોકળ, ઈરાને કહ્યું - અમેરિકા સાથે કોઈ સમજૂતી નથી
ટ્રમ્પનો ઈરાન સાથે ડીલનો દાવો પોકળ, ઈરાને કહ્યું - અમેરિકા સાથે કોઈ સમજૂતી નથી
Published on: 12th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે રાજદ્વારી મોરચે નવો વિવાદ સર્જાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધના ઉકેલ માટે શાનદાર સમજૂતી (Settlement) તૈયાર હોવાનો દાવો કર્યો હતો, જેના પર યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે અને અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે રાજદ્વારી પ્રક્રિયા ખોરવવા માટે અમેરિકા જવાબદાર છે અને ઈરાનનું શાંતિ વાર્તાને લઈને વલણ સ્પષ્ટ રહ્યું છે.