મોંઘવારી તો મને બહુ ગમે છે : ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો
મોંઘવારી તો મને બહુ ગમે છે : ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો
Published on: 12th June, 2026

બોલિવૂડમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મ વીરાનામાં ભૂતના મોઢે સંવાદ હતો મુજે વીરાના પસંદ હૈ. બિલકુલ આ જ રીતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બોલ્યા છે મને મોંઘવારી પસંદ છે. તેમણે આ વાત અમેરિકામાં ત્રણ વર્ષની ટોચે પહોંચેલા ફુગાવાનો દર એપ્રિલના ૩.૮ ટકાથી વધીને મેમાં ૪.૨ ટકા થયો તેના સંદર્ભમાં કહી હતી. તેના લીધે આખા અમેરિકામાં હોબાળો મચી ગયો છે.