વડોદરા-અમદાવાદ મેમુ વટવા સુધી દોડતા મુસાફરોને હાલાકી
વડોદરા-અમદાવાદ મેમુ વટવા સુધી દોડતા મુસાફરોને હાલાકી
Published on: 26th September, 2026

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેનને હાલમાં વટવા સુધી જ ચલાવવામાં આવી રહી છે. આનાથી વડોદરા, આણંદ, નડિયાદ જેવા સ્ટેશનો પરથી દરરોજ અમદાવાદ જતાં મુસાફરો, વિદ્યાર્થીઓ, શ્રમિકો, વેપારીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમને વટવાથી અમદાવાદ સુધી પહોંચવા માટે અલગથી વાહન ભાડું ખર્ચવું પડે છે, જેના કારણે દૈનિક પાસધારકોનો ખર્ચ વધી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે આ મેમુ ટ્રેનને કાલુપુર સુધી ચલાવવાની અને સાંજે ત્યાંથી પરત ફેરવવાની માંગ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન દ્વારા કરાઈ છે.