છોટાઉદેપુરમાં પ્રથમવાર PNG પ્રોજેક્ટનું ભૂમિપૂજન: નવેમ્બર સુધી 5300 ઘરોને મળશે પાઇપલાઇન ગેસ
છોટાઉદેપુરમાં પ્રથમવાર PNG પ્રોજેક્ટનું ભૂમિપૂજન: નવેમ્બર સુધી 5300 ઘરોને મળશે પાઇપલાઇન ગેસ
Published on: 26th September, 2026

છોટાઉદેપુર જિલ્લામાં એલપીજી સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા માટે વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા શહેરમાં પાઇપલાઇન મારફતે PNG ગેસ સપ્લાય પ્રોજેક્ટનું ભૂમિપૂજન કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં આગામી નવેમ્બર સુધીમાં 5,300 ઘરોને પાઇપ્ડ ગેસ કનેક્શન સાથે જોડવાનું આયોજન છે. આ સુવિધાથી ગૃહિણીઓને સિલિન્ડર બદલવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને ઘરગથ્થુ જીવન વધુ સુગમ બનશે. પ્રોજેક્ટના ભાગરૂપે એક COCO CNG સ્ટેશન પણ વિકસાવવામાં આવી રહ્યું છે.