અંજાર દબડામાં ભોલેનાથ કોમ્પ્લેક્સ સામે ગટર ઉભરાતા લોકોની હાલાકી
અંજાર દબડામાં ભોલેનાથ કોમ્પ્લેક્સ સામે ગટર ઉભરાતા લોકોની હાલાકી
Published on: 26th September, 2026

અંજારના દબડા વિસ્તારમાં ભોલેનાથ કોમ્પ્લેક્સ સામે ગટર સમસ્યાને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી, કાદવ અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ ગંદા પાણીમાંથી ફેલાતી તીવ્ર દુર્ગંધના કારણે આસપાસના વેપારીઓ, રહેવાસીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધવાની ભીતિ છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સફાઈ કામગીરી કરાવવા અને ગટર લાઇનના કાયમી નિકાલની વ્યવસ્થાની ચકાસણી કરવાની માંગ ઉઠી છે.