ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ હિઝબુલ્લાહને આપ્યું ખુલ્લુ સમર્થન, કહ્યું - જેહાદ અને પ્રતિરોધ જ એકમાત્ર માર્ગ
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ હિઝબુલ્લાહને આપ્યું ખુલ્લુ સમર્થન, કહ્યું - જેહાદ અને પ્રતિરોધ જ એકમાત્ર માર્ગ
Published on: 27th July, 2026

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ હિઝબુલ્લાહના લડાયકોને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેમણે લેબેનોનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની ઈરાનની વ્યૂહરચના પર ભાર મૂક્યો અને ઈઝરાયલને તાત્કાલિક તમામ લશ્કરી કાર્યવાહી રોકવાની માગ કરી. ખામેનેઈએ હિઝબુલ્લાહના બલિદાન અને પ્રતિકારની પ્રશંસા કરી, તેમને 'ઈઝરાયલ સામેના પ્રતિકારની અડીખમ ચટ્ટાન' ગણાવ્યા. તેમણે કહ્યું કે જેહાદ અને પ્રતિરોધ સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સત્યના માર્ગે લડનારાઓને ચોક્કસ વિજય મળશે.