લીંબડીમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા, LCBની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની શંકાસ્પદ કાર્યવાહી
લીંબડીમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા, LCBની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની શંકાસ્પદ કાર્યવાહી
Published on: 25th August, 2026

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ લીંબડી શહેરના માતમ ચોકમાં ગંજીપાનાનો જુગાર રમતા 6 શખ્સોને રોકડ રકમ રૂ. 29,350 અને 4 મોબાઇલ ફોન, કુલ રૂ. 49,350 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે એક અલગ દરોડો પાડી 4 શખ્સોને ઝડપી પાડ્યાની ચર્ચા છે. આ ઘટનાને કારણે સ્થાનિક પોલીસની કાર્યવાહી પર શંકા ઊભી થઈ છે.