ધોળકા GIDCમાં આખલાના હુમલામાં સુરક્ષાકર્મીનું કરુણ મોત
ધોળકા GIDCમાં આખલાના હુમલામાં સુરક્ષાકર્મીનું કરુણ મોત
Published on: 25th August, 2026

ધોળકા GIDC વિસ્તારમાં રખડતા આખલાએ કરેલા જીવલેણ હુમલામાં ખાનગી કંપનીના સુરક્ષાકર્મી રાજીવ રત્ન રામખીલાવનનું મોત નીપજ્યું છે. આખલાએ તેમને શિંગડામાં ભરાવીને વારંવાર ઉછાળ્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ પણ આખલો મૃતદેહને રગદોળતો રહ્યો હતો. આ ઘટનાએ ધોળકામાં રખડતા ઢોરની ગંભીર સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નક્કર કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.