જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની હોસ્પિટલોને ટ્રાફીક પોલીસની નોટીસ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની હોસ્પિટલોને ટ્રાફીક પોલીસની નોટીસ
Published on: 25th August, 2026

જૂનાગઢની મુખ્ય ઝાંઝરડા ચોકડી પર ટ્રાફીક સમસ્યા અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને, તમામ હોસ્પિટલોને ટ્રાફીક પોલીસે નોટીસ આપી છે. હવે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ, સગા-સંબંધીઓ અને સ્ટાફે પોતાના વાહનો હોસ્પિટલના બેઝમેન્ટમાં જ પાર્ક કરવા ફરજીયાત રહેશે. સુરક્ષા કર્મીઓએ વાહનચાલકોને બેઝમેન્ટમાં પાર્કિંગ કરવા માર્ગદર્શન આપવાનું રહેશે. જો આ સૂચનાનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે હોસ્પિટલો પાસે બેઝમેન્ટ નથી, તેમણે ટ્રાફીકને અડચણરૂપ ન થાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.