ઇઝરાયેલી સેનાનો લેબનોનમાં પ્રવેશ.
ઇઝરાયેલી સેનાનો લેબનોનમાં પ્રવેશ.
Published on: 01st June, 2026

અમેરિકા અને ઇરાનના તણાવ વચ્ચે ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં હુમલા તેજ કર્યા છે અને ત્યાંના વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ઇઝરાયેલી સૈનિકોએ લેબનોનના એક પહાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બ્યૂફોર્ટ કેસ્ટલ પર ૨૬ વર્ષ બાદ કબજો મેળવ્યો છે. આ કાર્યવાહી આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે ચાલી રહેલા ઓપરેશનનો ભાગ છે. ઇઝરાયેલે હિઝબુલ્લાહના સ્થળો અને આસપાસના વિસ્તારો ખાલી કરવા લેબનોનના લોકોને ચેતવણી આપી છે.