અમેરિકાના આકાશમાં ઉલ્કાપિંડનો પ્રચંડ વિસ્ફોટ, ઇમારતો હચમચી
અમેરિકાના આકાશમાં ઉલ્કાપિંડનો પ્રચંડ વિસ્ફોટ, ઇમારતો હચમચી
Published on: 31st May, 2026

અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડ પ્રદેશમાં શનિવારે બપોરે આકાશમાં થયેલા બે મોટા વિસ્ફોટોએ રહેવાસીઓમાં ભય ફેલાવ્યો હતો. મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડ સહિત અનેક વિસ્તારોમાં બપોરે અઢી વાગ્યાની આસપાસ થયેલા આ ધડાકા એટલા તીવ્ર હતા કે ઇમારતો પણ હલી ગઈ હતી. અમેરિકન મીટીઅર સોસાયટીએ પુષ્ટિ કરી કે લગભગ ૩ ફૂટ પહોળો ઉલ્કાપિંડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા આ ઘટના બની હતી. આ ઉલ્કાપિંડ જમીન પર પડ્યો ન હોવાની શક્યતા વધુ છે.