સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરામાં ૮૪ લાખનો દારૂ ઝડપ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરામાં ૮૪ લાખનો દારૂ ઝડપ્યો
Published on: 25th August, 2026

વડોદરા શહેર નજીક ખોડિયારનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મોટી કાર્યવાહી કરી. સચોટ બાતમીના આધારે, SMC ની ટીમે ધનિયાવી ચોકડી પાસે આવેલ નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાંથી ૮૪ લાખ રૂપિયાથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બૂટલેગર નિલુ સિન્ધી માણસો દ્વારા દારૂનું કટિંગ કરાવી રહ્યો હતો. પોલીસને જોઇને આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા. પોલીસે દારૂની ૧૬,૩૯૪ બોટલ સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.