અમદાવાદમાં પાર્કિંગ સમસ્યા યથાવત
અમદાવાદમાં પાર્કિંગ સમસ્યા યથાવત
Published on: 26th September, 2026

અમદાવાદ શહેરમાં વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગની અપૂરતી સુવિધા એક ગંભીર સમસ્યા બની રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ લાવવાને બદલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે રોડ અને ફૂટપાથ પર પાર્ક કરનાર 2340 વાહનચાલકો પાસેથી છેલ્લા 24 દિવસમાં ₹15.24 લાખનો દંડ વસૂલ્યો છે. આ કાર્યવાહી છતાં પાર્કિંગની મૂળ સમસ્યા યથાવત છે, જ્યારે વાહનચાલકો પાસેથી દંડની વસૂલાત તેજ બની છે. હાઇકોર્ટની ટકોર છતાં પણ પાર્કિંગનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે.