ભાજપ-કોંગ્રેસની સત્તા માટેની રસાકસી: મતદારોના મતોના સોદાખોરો વચ્ચે ખેંચતાણ.
ભાજપ-કોંગ્રેસની સત્તા માટેની રસાકસી: મતદારોના મતોના સોદાખોરો વચ્ચે ખેંચતાણ.
Published on: 16th April, 2026

વડોદરા પાલિકા ચૂંટણી પહેલાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયું. ભૂમિ પ્રજાપતિ મોઢું ઢાંકીને પતિ અને સાસુ સાથે પહોંચ્યા, હોબાળો થયો. આગેવાનોએ ડોક્યુમેન્ટ ફાડ્યા, પોલીસે અટકાયત કરી. ભાજપના ઉમેદવાર પણ હાજર હતા, દલસુખના પુત્રને બિનહરીફ કરવા કનુ પ્રજાપતિએ ફોર્મ ખેંચ્યું. કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ દબાણની ફરિયાદ કરી. ડો. વિજય શાહે મિશન પાર પાડ્યું, કેયુર રોકડિયાએ પણ વાત કરી. ફોર્મ પાછા ખેંચાતા હવે મતદારો 3 જ વોટ આપી શકશે.