વાપીમાં બ્રિજ કામગીરી દરમિયાન દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા, ઘટના CCTVમાં કેદ.
વાપીમાં બ્રિજ કામગીરી દરમિયાન દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા, ઘટના CCTVમાં કેદ.
Published on: 16th April, 2026

વલસાડના વાપીમાં સર્કિટ હાઉસ નજીક બ્રિજની કામગીરીમાં દુર્ઘટના થઈ. બ્રિજના પિલર માટેના ખોદકામમાં ભૂસ્ખલન થતા બે વ્યક્તિઓ દબાયા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી સર્કિટ હાઉસ પાસે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે આ બનાવ બન્યો. સ્થાનિકોએ તાત્કાલિક માટી હટાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા.