12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ
12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ
Published on: 16th April, 2026

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા હિસ્સો તૈયાર થઈ ગયો છે. 13 એપ્રિલ 2026થી આ રૂટ પર ટ્રાયલ રન શરૂ કરાયા છે. આ 8 લેન એક્સપ્રેસ-વેના કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું 1,386 કિ.મી.નું અંતર માત્ર 12 કલાકમાં કપાઈ જાય તેવી શક્યતા છે. પંચમહાલના ગોધરા પાસેના ભામૈયા ગામથી વડોદરા પાસેના દોડકા ગામ સુધી એક્સપ્રેસ વેનો નવો હિસ્સો શરૂ થયો છે. આ એક્સપ્રેસ-વે પર વાહનોની સ્પીડ લિમિટ 100થી 120 કિમી/કલાક નક્કી કરવામાં આવી છે.