પાવીજેતપુર-રંગલી ચોકડી માર્ગ પર ધૂળની ડમરીથી રાહદારીઓ પરેશાન
પાવીજેતપુર-રંગલી ચોકડી માર્ગ પર ધૂળની ડમરીથી રાહદારીઓ પરેશાન
Published on: 07th October, 2026

પાવીજેતપુર તાલુકામાં રતનપુરથી પાવીજેતપુરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે. રૂા. 29 કરોડના ખર્ચે 5.50 મીટર પહોળા રસ્તાને 10 મીટર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ચોમાસા પહેલા ડામરિંગનું એક લેયર પૂરું કરવાનો દાવો હતો, પરંતુ ચોમાસું વીત્યા પછી પણ કામગીરી ઠપ છે. ભારે વાહનોને કારણે ઉડતી ધૂળથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક કામ પૂર્ણ કરાવે.