આંતરરાજ્ય ત્રિચી ગેંગના ત્રણ સભ્યો, બે સગીર સહિત, ઝડપાયા
આંતરરાજ્ય ત્રિચી ગેંગના ત્રણ સભ્યો, બે સગીર સહિત, ઝડપાયા
Published on: 08th September, 2026

અંકલેશ્વર પોલીસે આંતરરાજ્ય ત્રિચી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક મુખ્ય સાગરિત અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોનો સમાવેશ થાય છે. આ ગેંગ વાહનોના કાચ તોડીને અને વાહનચાલકોનું ધ્યાન ભટકાવીને ચોરી કરતી હતી. પોલીસે ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. 31 ઓગસ્ટના રોજ બેંક ઓફ્ બરોડામાંથી રૂ. 1 લાખની રોકડ ચોરીની ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીઓને પકડ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશ તમિલ ભાષી હોવાથી ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરાઈ હતી.