વાહનોનું રિટેલ વેચાણ 13 ટકા વધી 26.11 લાખ.
વાહનોનું રિટેલ વેચાણ 13 ટકા વધી 26.11 લાખ.
Published on: 06th May, 2026

ઓટો રિટેલ વેચાણની દ્રષ્ટિએ નાણાં વર્ષ ૨૦૨૬-૨૭નો પ્રારંભ પ્રોત્સાહક રહ્યો છે. નાણાં વર્ષના પ્રથમ જ મહિના એપ્રિલમાં ઓટો રિટેલ વેચાણ આંક ૧૩ ટકા જેટલો વધી ૨૬,૧૧,૩૧૭ વાહનો રહ્યો છે જે ગયા વર્ષના એપ્રિલમાં ૨૩,૧૨,૨૨૧ રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) દ્વારા જારી કરાયેલા  અહેવાલ પ્રમાણે ઓટો વેચાણમાં ઊતારૂ વાહનોનો રિટેલ વેચાણ આંક વાર્ષિક ધોરણે ૧૨.૨૧ વધી ૪,૦૭,૩૫૫ રહ્યો છે જે ગયા વર્ષના એપ્રિલમાં ૩,૬૩,૦૨૮ રહ્યો હતો.