અમેરિકામાં ભારતનું 16.4 અબજ ડૉલરનું સીધું મૂડીરોકાણ, 70800 નોકરીઓ પણ એ જ કારણે ટકી
અમેરિકામાં ભારતનું 16.4 અબજ ડૉલરનું સીધું મૂડીરોકાણ, 70800 નોકરીઓ પણ એ જ કારણે ટકી
Published on: 06th May, 2026

USમાં ભારતનું સીધું વિદેશી મૂડીરોકાણ(FDI) વધીને અંદાજે 16.4 અબજ ડોલર્સ થયું છે અને તે આશરે 70800 નોકરીઓ ટકાવી રાખે છે તેમ મેરીલેન્ડ રાજ્યમાં યોજાયેલી સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમ્યાન CII ઇન્ડિયાના કાર્યક્રમમાં US નાયબ મંત્રી બ્રાન્ડોન રેમિંગ્ટને જણાવ્યું હતું. ભારતીય કંપનીઓએ USમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 313 મિલિયન ડોલર્સનો ખર્ચ કર્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.