'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું?
Published on: 02nd May, 2026

ભારતીય રિઝર્વ બેન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.