ઈરાનમાં જીવતો બોમ્બ ફાટતાં 14 સૈનિકોના મોત!
ઈરાનમાં જીવતો બોમ્બ ફાટતાં 14 સૈનિકોના મોત!
Published on: 02nd May, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. 'ઓર્ડનન્સ ક્લિયરન્સ' એટલે કે જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના મિશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના IRGCના 14 જવાનોના મોત નીપજ્યા છે.દુર્ઘટનાની વિગતઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. IRGC ની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી.