અમરેલીમાં શક્તિસિંહ ગોહિલનો સરકાર પર પ્રહાર
અમરેલીમાં શક્તિસિંહ ગોહિલનો સરકાર પર પ્રહાર
Published on: 03rd October, 2026

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અમરેલીની મુલાકાતે આવી સરકારની નીતિઓ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે ભાજપ નોન-ઇશ્યુને ઇશ્યુ બનાવી રહ્યું છે, જ્યારે યુવાનો માટે રોજગારી નથી, પેપર લીક થાય છે અને આંદોલનકારીઓ પર અત્યાચાર થાય છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે અને ગુજરાત સરકાર પાક વીમા યોજના સ્વીકારતી નથી, જેના કારણે ત્રણ વર્ષથી ખેડૂતો મુશ્કેલીમાં છે.