વેરાવળ ખાદી ભંડારમાં ગાંધી જયંતિ નિમિત્તે 30% ડિસ્કાઉન્ટ
વેરાવળ ખાદી ભંડારમાં ગાંધી જયંતિ નિમિત્તે 30% ડિસ્કાઉન્ટ
Published on: 03rd October, 2026

વેરાવળના ખાદી ગ્રામોધોગ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી માટે મોટી સંખ્યામાં યુવાનો સહિત લોકો ઉમટી પડ્યા હતા. "વોકલ ફોર લોકલ"ના સૂત્રને પ્રોત્સાહન આપવા અનુરોધ કરાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, સાંસદ માનસિંહ પરમાર, શહેર પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિતના આગેવાનોએ પણ ખાદી ખરીદી કરી. મેનેજર પ્રવિણચંદ્ર પટણીએ જણાવ્યું કે ખાદી રોજગારીનું સાધન છે અને આધુનિક ડિઝાઇનમાં ઉપલબ્ધ હોવાથી યુવાનો આકર્ષાઈ રહ્યા છે. ગુજરાત ખાદી પર 30% અને અન્ય પ્રાંતની ખાદી પર 20% વળતર અપાઈ રહ્યું છે, જેનાથી વેચાણ સારું થયું છે.