જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં, માનવીય અભિગમથી બાળકીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી.
જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં, માનવીય અભિગમથી બાળકીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી.
Published on: 03rd October, 2026

વડોદરાના મકરપુરા રોડ પર ધોમધખતા તાપમાં ફૂટપાથ પર બેઠેલી 11 વર્ષની માનસિક અસ્વસ્થ બાળકીને જોઈ એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી. પોલીસ પહોંચતા બાળકી ડરી ગઈ, ત્યારે મહિલા પોલીસ કર્મી રચનાબેને વર્દી પર ટી-શર્ટ પહેરી તેનો ડર દૂર કર્યો. ચોકલેટ-બિસ્કિટ આપ્યા બાદ બાળકીના ચહેરા પર સ્મિત આવ્યું. બાળકીને જીપને બદલે રિક્ષામાં બેસાડી મનોરોગ હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પોલીસે સતર્કતા અને માનવીય અભિગમ દર્શાવ્યો, જેનાથી એક અસહાય બાળકીને સુરક્ષિત આશરો મળ્યો.